ઓનલાઈન બદલી કેમ્પ જોગ જરૂરી સૂચનાઓ:
- ઓનલાઈન બદલી કેમ્પની ફોર્મ જમા કરાવવાની કામગીરી પૂર્ણ થઇ ગયેલ છે.
- આપે ફોર્મ તાલુકામાં જમા કરાવ્યું હોય તો અરજી એપ્રુવલ થઇ કે કેમ? તે ચકાસણી http://dpegujarat.org/ પર કરી લેવી.
- દાહોદ જીલ્લામાં તાલુકાવાર અને વિભાગવાર જમા થયેલા ફોર્મની વિગત હવે પછી આ સાઈડ પર મુકવામાં આવશે.
- ટૂંક સમયમાં બદલીના હુકમ જનરેટ થઇ જશે. http://dpegujarat.org/ પર નિયમિત જોતા રહેવું.
- પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થયા બાદ બીજો તબક્કો શરૂ થશે.
- બીજા તબક્કામાં જેઓને પ્રથમ તબક્કામાં હુકમ મળ્યા હોય તેઓ ભાગ લઇ શકશે નહિ. તેઓએ હુકમની નકલ કઢાવીને ખરાઈ કરવા માટે હુકમમાં TPEO સરની સહી કરાવવાની રહેશે. આ સિવાયના તમામ શિક્ષકો બીજા તબક્કામાં ભાગ લઇ શકશે.
- બીજા તબક્કામાં ભાગ લેવા માંગતા હોય તેઓએ નવેસરથી ફોર્મ ભરવાના રહેશે. (પ્રથમ તબક્કામાં હુકમ મેળવ્યો હોય તે સિવાયના તમામ ફોર્મ ભરી શકશે.)